News Inside/ 11 July 2023
..
Accident occurred on expressway| અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે બન્યો રક્તરંજિત. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એસટી બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો 10 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ એકસાથે પાંચ એમ્બ્યુલન્સ એક્સપ્રેસ વે પર દોડતી થઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી વિગતો મુજબ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ હતી. SUV કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. અચાનક ગાડી સામે આવી જતા એસટી બસ બેકાબૂ બની હતી. જેમાં બે વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો દસ વ્યકિતઓ ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઈજાગ્રસ્તોમાં બે મુસાફરોની હાલત ખુબ ગંભીર છે.
અકસ્માતની જાણ થતાં જ નડિયાદ, આણંદ, ઉત્તરસંડાથી પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હૉસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.