અંબાલાલ પટેલે કરી વરસાદના ત્રીજા રાઉન્ડની ભયંકર આગાહી, ગુજરાત સહીત સમગ્ર દેશને ઘમરોળશે મેઘરાજા

by ND
Heavy rain forecast by Ambalal Patel, News Inside

News Inside/ 14 July 2023

..

Ambalal Patel rain forecast| હવામાન વિભાગઈ કરેલી આગાહી બાદ અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આગામી સમયમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટૈ તૈયાર રહેજો. અગાઉ ક્યારેય નહી જોયું હોય તેવું ચોમાસુ આ વર્ષે જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે. 17 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેના કારણે નદીઓ ગાંડીતૂર બની શકે છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન બનતાં રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને બારે મેઘ ખાંગા થઈ શકે છે. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ તોફાની રહ્યો હતો અને 11 ઈંચ જેટલો વરસાદ પડ્‌યો હતો. ત્યારે ત્રીજો રાઉન્ડ પણ તોફાની હોઈ શકે છે અને પવનનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, વરસાદનો ત્રીજો રાઉન્ડ ભયાનક હશે અને ગુજરાતવાસીઓએ આવો વરસાદ ક્યારેય નહી જોયો હોય.

વરસાદના ત્રીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 23 થી 30 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તથા મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18, 19 અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ભાગોમાં વરસાદ રહી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. આ પૂરના પાણીથી ગંગા અને જમના નદીની જળ સપાટી વધી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીની જળ સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર ડેમની ઉંચાઈ સુધી પાણી આવે તેવી શક્યતા છે.

તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.

 

Related Posts