સમાજના ઠેકેદાર જ સમાજને અવડા માર્ગે દોરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો

દારૂ ભરેલી ગાડી જપ્ત કરીને પોલીસે જ સ્થાનિક બુટલેગરને વેચી રૂપિયા ચાઉં કર્યા

by ND
Police sold liquor bottles, News Inside

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેના પર પોલીસે દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ફક્ત 4 બોટલ દારૂ બતાવીને બાકીનો દારૂ સ્થાનિક બુટલેગરને વેચીને રોકડી કરી લીધી હતી. પરંતુ આ પોલીસકર્મીઓ હવે ફસાયા છે.

ગાંધીનું ગુજરાત કહેવાતા રાજ્યમાં દારૂબંધી છે. તેને અમલમાં રાખવાની જવાબદારી ગુજરાત પોલીસના ખભા પર રહે છે. રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાંથી પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલ અને 3 જીઆરડી જવાનોએ વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને પછી કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે દારૂ સ્થાનિક બુટલેગરને વેચી દીધો હતો. દારૂની હેરાફેરીનો આ સમગ્ર મામલો જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચતા હવે તેમણે જીઆરડી જવાનો અને કોન્સ્ટેબલ સહિત બુટલેગરો સામે ગુનો નોંધ્યો છે. કોર્ટે પોલીસ કોન્સ્ટેબલને એક દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. ત્યારથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

શું હતો સમગ્ર મામલો?
ગત 28મી જૂનના રોજ કોડીનાર રોડ પર વાહનનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા પોલીસ સ્ટાફને રાત્રિના વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરવાને બદલે કારમાંથી વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી કાર માલિકને છોડી મુક્યો હતો. બાદમાં આ વિદેશી દારૂનો કેટલોક ભાગ પ્રાચીના દેશી દારૂના બુટલેગરને વેચીને રૂપિયા ખિસ્સામાં સેરવી લીધા હતા. સુત્રાપાડા પોલીસના આ બનાવ અંગે એક અગ્રણી વ્યક્તિએ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને જાણ કરી હતી. પોલીસ અધિક્ષક જાડેજાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.

જીઆરડી જવાન અને કોન્સ્ટેબલ ફસાયા
ઘટનાના એક અઠવાડિયા બાદ 3 જુલાઈએ સુત્રાપાડા પોલીસે નાટકીય રીતે GRD જવાન દિનેશ વસાભાઈ સોલંકી અને વિજય હમીરભાઈ કામલિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી પ્રાંચી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની પાછળ છુપાવેલો દારૂ પણ જપ્ત કર્યો છે. પોલીસને આ બે GRD જવાનોની પૂછપરછમાં ભાવસી ઉગાભાઈ બારડ (કોન્સ્ટેબલ) અને સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કામ કરતા અન્ય એક જવાનની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારમાંથી વિદેશી દારૂની ચાર બોટલોમાંથી ત્રણ પ્રાંચીના હેમલ નામના દેશી દારૂના બુટલેગરને વેચવામાં આવી હતી. પોલીસે દારૂની હેરાફેરી કરનારની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવસી ઉગાભાઈ બારડની ભૂમિકા પણ સામે આવી હતી. જેથી પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પોલીસને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Related Posts