Uttar Pradesh| ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતો યુવક નોઈડાની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ગુલાવઠીના યુવકને પાડોશી યુવતી સાથે પ્રેમ થયો, જે બાદ બંને એકબીજાની સાથે જીવનભર રહેવા અને લગ્ન કરવાની કસમો ખાધી. યુવક લગ્નનો પ્રસ્તાવ લઈને મુસ્લિમ પ્રેમિકાના ઘરે પહોંચી ગયો. હવે પીડિત પ્રેમીનો આરોપ છે કે, યુવતીના પરિવારે તેને ઘરમાં બે દિવસ સુધી બંધક બનાવી રાખ્યો અને તેનો ખતના કરાવી દીધું. હવે ધર્મ પરિવર્તનનું પ્રેશર બનાવી રહ્યા છે. પીડિતે એસએસપીને લેખિત ફરિયાદમાં યુવતીના પરિવાર પર ધર્મ પરિવર્તનનું પ્રેશર બનાવવાનો આરોપ લગાવ્યો છે.
ગુલાવઠી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામનો રહેવાસી યુવક નોઈડા ફેસ-2માં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યાં તેની મુલાકાત એક મુસ્લિમ યુવતી સાથે થઈ, જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો અને એકબીજા સાથે જીવવા મરવાની કસમ ખાધી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. યુવતીએ પોતાના પરિવાર સાથે આ બાબતે વાત કરી. યુવકે એસએસપી શ્લોક કુમારને લેખિત ફરિયાદમાં જણાવ્યું કે, તે 21 જુલાઈએ નોઈડા ખાતે યુવતીના ઘરે ગયો હતો, ત્યાં તેણે તેમની દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો. યુવકનો આરોપ છે કે યુવતીના માતા-પિતા અને બે ભાઈઓએ મળીને તેને રુમમાં બંધક બનાવ્યો અને ધર્મ પરિવર્તન કરાવીને યુવતી સાથે નિકાહ કરવાની વાત કહી. વિરોધ કરવા પર આરોપીઓએ ઘરમાં જ એક ડોક્ટરને બોલાવીને ઈંજેક્શન લગાવીને બેભાન કર્યો અને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને બળજબરીપૂર્વક સુન્નત કરાવી દીધું.
યુવકનો આરોપ છે કે, ઘરમાં બંધક બનેલી યુવતી જેમ તેમ કરીને છુટી અને પોતાની માતાના ફોનમાંથી પ્રેમીના પરિવારને જાણ કરી. ઘટનાસ્થળેથી યુવકના પરિવારે યુવકને બંધનમાંથી મુક્ત કરાવ્યો. પીડિત પ્રેમી પોતાના પરિવાર અને પ્રેમિકા સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા અને એસએસપી શ્લોક કુમાર પાસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે, યુવક સાથે વારદાત નોઈડામાં થઈ હતી. પ્રાથમિક તપાસ સીઓ સિકંદરાબાદને સોંપી હતી. તપાસ રિપોર્ટ આધાર પર આગામી કાર્યવાહી થશે.