Rahul Gandhi| રાહુલ ગાંધીના મોદી સરનેમ કેસમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીને પુછ્યું કે, કોર્ટે અધિકતમ સજા આપવા માટે શું ગ્રાઉન્ડ આપ્યું છે. ઓછી સજા પણ આપી શકતા હતા. તેનાથી સંસદીય ક્ષેત્રની જનતાના અધિકાર યથાવત રહેતા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ, 2019ની ચૂંટણી રેલીમાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી.
મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા થયેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના દોષસિદ્ધિના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ બી.આર.ગવાઈ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી હતી. સુનાવણી શરુ થતાં પહેલા સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને દલીલ માટે 15 મિનિટનો સમય આપ્યો. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પહેલા દલીલ શરુ કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ફરિયાદકર્તાની સરનેમ ખુદ મોદી નથી. પહેલા તેમની સરનેમ મોઢ હતી. તો વળી જસ્ટિસ ગવઈએ અભિષેક મનુ સિંધવીને કહ્યું કે, દોષસિદ્ધિ પર રોક લગાવવા માટે આપે સાબિત કરવું પડશે કે આ એક્સસેપ્શનલ કેસ છે.