Bollywood| જેની ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવી ફિલ્મ ડોન-3નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ડોન 3ના ફર્સ્ટ લુકની સાથે નિર્માતા ફરહાન અખ્તરે નવા ડોનનો ચહેરો પણ દુનિયાની સામે લાવી દીધો છે. ડોન 3 માટે ફેન્સ દ્વારા જેના પર અટકળો લગાવવામાં આવી રહી હતી તે અભિનેતા સાચો સાબિત થયો છે. આખરે રણવીર સિંહને નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. રણવીર સિંહનો લૂક અને એક્સપ્રેશન જોઈને ચાહકોએ તેના વખાણના પુલ બાંધવાનું શરૂ કરી દીધું છે. આવો, અહીં જોઇએ ડોન 3 નો ફર્સ્ટ લૂક
ડોન 3 નો ફર્સ્ટ લુક થયો રિલીઝ
એક્સેલ મૂવીઝના સોશિયલ મીડિયા પર ડોન 3નો ફર્સ્ટ લૂક પોસ્ટ કરવામાં આવ્યો છે. ડોન 3 ના ફર્સ્ટ લુકના વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે, ‘શેર જો સો રહા હૈ, વો જાગેગા કબ? પૂછતે હૈ યે સબ, ઉનસે કહ દો, ફિર જાગ ઉઠા હૂ મૈં. ઔર ફિર સામને જલ્દ આને કો. ક્યા હૈ તાકાત મેરી, ક્યા હૈ હિંમત મેરી. ફિર દિખાને કે, મૌત સે ખેલના જીંદગી હૈ મેરી, જીતના હી મેરા કામ હૈ. તુમ તો હો જાનતે, જો મેરા બાપ હૈ. 11 મુલ્કો કી પુલિસ ઢૂંઢતી હૈ મુઝે, મગર પકડ પાયા હૈ કૌન. મૈં હૂ ડોન….’ પછી રણવીર સિંહ નવા ડોન તરીકે દેખાય છે.
શું શાહરૂખ ખાનને રિપ્લેસ કરવું આસાન હશે?
ડોન ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન પછી હવે રણવીર સિંહને નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં એક તરફ રણવીર સિંહના ફેન્સ તેને નવા ડોન તરીકે જોઈને ખુશ છે. બીજી તરફ રણવીર સિંહ માટે શાહરૂખ ખાનની જગ્યા લેવી સહેલી નથી. શાહરૂખ ખાને જે રીતે ફિલ્મી ચાહકોમાં એક ડોનની ઈમેજ બનાવી છે, તેને તોડીને રણવીર માટે નવો સેટ ઉભો કરવો થોડો અઘરો બની રહ્યો છે. હવે રણવીર સિંહ તેના ચાહકોની અપેક્ષાઓ પર કેટલો ખરો ઉતરે છે, તે તો ફિલ્મમાં જ જોવાનું રહેશે.