યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભક્તો વ્હાલા શામળીયાને પોતાની ભક્તિ અલગ-અલગ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધે વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરી છે. માત્ર એક જ ફેફસું હોવા છતાં વૃદ્ધની અનોખી શ્રદ્ધા દેખાઈ રહી છે, તો બીજી તરફ ભક્તો મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં છે.
ભક્તોમાં અનેરો ઉત્સાહ
યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે. જન્માષ્ટમીની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી છે. શામળિયાના જન્મોત્સવ માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સહિત સૌકોઈ કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા છે.
ભક્તોમાં થનગનાટ
કૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેળ અને આસોપાલવથી મંદિર અને નગર શણગારાયું છે. અબીલ ગુલાલની છોળો સાથે શોભાયાત્રા નિકળશે. 100થી વધુ મટકીફોડ સાથે ભક્તોનો જમાવડો રહેશે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી રહ્યાં છે, તો બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ
આજે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ રંગ રેલાવશે. અત્રે જણાવીએ કે, મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.