Canada-India relationship| કેનેડા અને ભારતના સંબંધો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના વાર બાદ હવે ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ભારત સરકારે કેનેડાના એક વરિષ્ઠ રાજનયિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભારતે કેનેડાના રાજનયિકને પાંચ દિવસની અંદર દેશ છોડવાનું કહ્યું છે. ભારતની આંતરિક રાજનીતિમાં કેનેડાના રાજનયિક પર હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે જ કહેવાઈ રહ્યું છે કે રાજનયિક ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ પણ હતા.
વાત જાણે એમ છે કે, ભારતે કેનેડાના હાઈ કમિશનરને તલબ કર્યા હતા. ત્યારબાદ ભારતે એક વરિષ્ઠ કેનેડિયન રાજનિયકને નિષ્કાષિત કરી દીધા અને આ નિર્ણયની જાણકારી કેનેડાના હાઈ કમિશનરને આપી. એવું કહેવાય છે કે સંબંધિત રાજનિયકને આગામી પાંચ દિવસની અંદર ભારત છોડવાનું જણાવવામાં આવ્યું છે.
અત્રે જણાવવાનું કે, આ અગાઉ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટનો હાથ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ભારતના રાજનયિક પવન કુમાર રાયને નિષ્કાસિત કર્યા હતા. નિજ્જરની આ વર્ષે 18 જૂનના રોજ ગુરુદ્વારા સામે જ બાઈક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.