મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ, ત્રણ લોકો ભડથું
મોડાસા ખાતે એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાં એક બાળક સહીત 2 લોકો બળીને ભડથું. મોડાસા ફાયર વિભાગને જાણ થતાં ફાયરની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.
93
પ્રાથમિક માહિતી અનુસાર વિજતારને અડકી જતા ટ્રક સળગી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોડાસાની ફાયરની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે ટ્રકમાં સવાર 3 લોકો અને 150થી વધારે ઘેટા બકરાં આગની લપેટમાં આવી ગયાં અને ખાખ થઇ ગયાં.
#news #newsinside #india #election #today #ec #state #date #Release
previous post