મેંદરડા-સાસણ રોડ પર ખાણ ખનીજના અધિકારીઓ ઉપર હુમલો; ટ્રક ચડાવી મારી નાખવાની કોશીષ કરી

જૂનાગઢમાં ખનીજ માફિયાઓનો આતંક

by ND
Tried to kill the truck

જુનાગઢ, તા.5

મેંદરડાના સાસણ રોડ પર મધરાત્રીના જુનાગઢ ખાણ ખનીજની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી ટ્રક માથે ચડાવી મારી નાખવાની કોશીષ કરી લોખંડના પાઈપ લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યાની તેમજ ફરજમાં રૂકાવટ કરી ભુંડીગાળો ભાંડયાની ફરીયાદ નોંધાઈ છે.

જુનાગઢ ખાણ ખનીજ ભુસ્તર શાસ્ત્રી વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદીપ ડોડીયા, માઈન્સ સુપર વાઈઝર યોગેશ ગઢીયા સિકયુરીટી દર્ગ સુમારશા કાશમશા સર્વોદી સહિતની ટીમ તા.4-2-2024ની રાત્રીના 1-15ના સુભારે પેટ્રોલીંગમાં હતા ત્યારે રેતી ભરેલ ટ્રક નં.

જીજે 09 એવી 1216 વાળો મેંદરડા સાસણ રોડ ઈન્ડીયન ટાયર શોપ પાસેથી નીકળતા રેતી ભરેલા ટ્રકને રોકાવેલ હોય જે બાબતે આરોપી અજીત ધાંધલ અને એક અજાણ્યો શખ્સ સફેદ કલરની સ્ક્રોર્પીંયો કારમાં આવી લોખંડનો પાઈપ, લાકડાનો ધોકો સાથે ઉતરીને કહેલ કે અમારો ટ્રક કેમ રોકેલ છે. તેમ કહી લોખંડનો પાઈપ અને લાકડાના ધોકા વડે ભવદીપભાઈ ડોડીયા (ઉ.27)ના માથામાં જીવલેણ ઘા મારવા જતા ભવદીપભાઈએ હાથ આડે દઈ દેતા હાથના પાંચામાં ઈજા થવા પામી હતી. આરોપીઓએ ડાબા પગમાં માર મારી ઈજા કરી હતી. ઉપરાંત અન્ય સાહેદો મોઈન્સ સુપરવાઈઝર યોગેશભાઈ ગઢીયા, સિકયુરીટી ગાર્ડ સુમારશા કાસમશા સરવાદીને મારી નાખવાના ઈરાદે ટ્રક ચડાવી દેવાની કોશીષ કરી ટ્રક ચાલુ કરી પુરપાટ ઝડપે ચલાવી નાસી છુટેલ, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ ભવદીપભાઈ ડોડીયાએ નોંધાવતા મેંદરડા પીએસઆઈ વાય.પી. હડીયાએ ઈ.પી.કો. 307, 186, 332, 394 (ખ) 297, 114 જીપી એકટ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts