ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો.
આ કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ગોધરાકાંડની ઘટના બાદ બે દાયકા પછી રામ ભક્તો પાર હુમલાની આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.