News Inside
અમદાવાદ : શહેરમાં છેલ્લા ઘણા દિવસથી PCB દ્વારા અનેક બુટલેગરોના ઠેક ઠેકાણે રેડ કરી કોલીટી કેસ કરવામાં આવી રહ્યા છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ અનેક બુટલેગરો PCB ના નામથી ધ્રુજી જતા હોય છે. અમદાવાદના નવા CP G.S. માલિકના આવ્યા બાદ PCB ના સ્ટાફમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિના દરમ્યાન અનેક બુટલેગરો જેલના સળિયા ગણતા થઇ ગયા છે. કુખ્યાત અને નામચીન બુટલેગરો જે વર્ષોથી દારૂનો ધંધો કરતા હોય છે તે બુટલેગરો વિરુદ્ધમાં PCB દ્વારા નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
દારૂના રસિયા અને દારૂ વેચનારા લોકો એટલેકે બુટલેગર શહેરમાં દારૂ ઘૂસાડવા માટે અનેક નુકશાઓ કરતા હોય છે. અને જુદા જુદા રસ્તાઓ દ્વારા દારૂને શહેરમાં લાવવામાં આવતો હોય છે. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે દારૂની બોટલનો ઊંચા ભાવે વેચાણ કરી ગેરકાનૂની પ્રવૃતિઓ કરતા હોય છે. બુટલેગરોની માનસિકતા હોય છે કે જલ્દીથી અને પરસેવા વગર પૈસા કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા હોય છે. આવીજ પ્રવૃતિઓ રોકવા માટે PCB એટલે કે, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ જે પ્રોહિબિશન અને જુગારની પ્રવૃતિઓ અટકાવવા માટે કાર્ય કરે છે.
શું છે PCB નો વનો એક્શન પ્લાન ?
સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ PCB દ્વારા બુટલેગરોનું ખાસ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. જે લિસ્ટમાં જુદા જુદા વિસ્તાર લિસ્ટેડ બુટલેગરોના નામનો સમાવેશ કરી તેઓનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા વિસ્તારોમાં ખાનગી કપડામાં PCB ના સ્ટાફ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. બીજી તરફ બાતમીદારોને પણ કાર્યરત કરીને સતત માહિતી એકથી કરી બાજ નજર રાખવામાં આવી રહી છે. નવા CP આવ્યાના 6 મહિના ઉપર સમય વીતી ગયો છે.. PCB દ્વારા સતત નજર રાખવાના કારણે અનેક બુટલેગરોએ દારૂનો ધંધો બંધ કરી દીધો છે.
PCB દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાનના કારણે બુટલેગરો દ્વારા શહેરમાં દારૂનો જથ્થો લાવતાની સાથે જ PCB દ્વારા રેડ કરી જથ્થો જપ્ત કરી લેવામાં આવતો હોય છે.
રામોલ :
રામોલ વિસ્તારના આવેલા યોગેશ્વર પાર્કના ઘરમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલનો જથ્થો 691 નંગ જપ્ત કરી 1,79,320 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રામોલ વિસ્તારમાં દારૂનો ધંધો કરતો ગૌતમ ઉર્ફે પ્રકાશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. વોન્ટેડ બુટલેગર ભગવાનદાસ ચૌધરીના પણ વિરુદ્ધમાં પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ શરુ કરી છે.
સરદારનગર :
શહેરનો સરદારનગર વિસ્તાર વર્ષોથી દારૂના નામે બદનામ છે. વિસ્તારના સૌથી મોટા બુટલેગરની યાદીમાં (1) હર્ષદ ઉર્ફે મૂંગડો તમંચે (2) રોનક ઉર્ફે ગભરુ તમંચે જે હર્ષદ ઉર્ફે મૂંગડાનો દીકરો છે . (3) અનિલ તેલુગુ અને (4) શૈલેષ કોઠારી ઉર્ફે શૈલેષ જૈનનું નામ આવે છે. ઉપરોક્ત લિસ્ટેડ બુટલેગરોના ઠેકાણા PCB ની ટિમ દ્વારા રેડ કરી કોલીટી કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન સાથે કુલ 1260 નંગ દારૂના જથ્થા સહીત 5,5,880નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ બુટલેગરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.