ગીરગઢડા: મહિલા બુટલેગર પર દુષ્કર્મ આચરનાર ચારની ધરપકડ

by ND
Police Manohar Jadeja tracked him down during the night
ગીરગઢડામાં એક વિધવા બુટલેગર મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આર્ચ્યાનો ઘટસ્પોટ થતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસે ચારની અટક કરી છે. બે દિવસ પહેલા જ મહિલાએ અરજી આપતા એસપી મનોહરસિંહ જાડેજાએ કેસની ગંભીરતાને ધ્યાને લઈ ઊના વિભાગીય પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલને તપાસ સોપી હતી. અને ઓન કેમેરા નિવેદન લઈ તપાસ હાથ ધરાઈ હતી. અને અંતે બે પોલીસ કર્મી, એક હોમગાર્ડ અને વચેટીયા સામે ગુનો દાખલ કરી અટક કરાઈ છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ. સલીમ દોસ્ત મહંમદ બ્લોચ મુળ રહીશ ગીરગઢડા તેમજ ગીરગઢડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ મોહન નારણ મકવાણા મુળ રહે. સોનારીયા હનિફ સતાર શામદાર હોમ ગાર્ડ રહે. ઉના પોલીસ નાં વચેટિયા પરેશ ભીમા શિંગડ રહે. કેસરીયા તા ઉના વાળા એ એક વિધવા બુટલગર મહિલા ને દારૂ વેચવા ની છુટ આપી ને દર મહિને હપ્તા લેતાં હતાં મહિલા નો પતિ એક વર્ષ પહેલાં બિમારી નાં કારણે મૃત્યુ પામેલ હોય ત્રણ નાનાં બાળકો હોવાથી મહિલા એ પોતાનાં પતિ નો દારૂ વ્યવસાય સંભાળતાં પોલીસે તેનો તક નો લાભ ઊઠાવી ને એક વર્ષ જેવાં લાંબા સમયથી બે પોલીસ હેડ કોન્સ અને એક જી આર ડી જવાન તેમજ પોલીસ નાં હપ્તા ઉધરાવતા વચેટીયાએ મજબૂરી નો લાભ ઉઠાવી ને જ્યારે ઈચ્છા પડે ત્યારે બુટલગર મહિલા સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ વિસ્તાર ની અવારૂ જગ્યા તેમજ વાડી વિસ્તારમાં બોલાવી દુષ્કર્મ આચરતાં હતાં આખરે મહિલા એ આ ત્રાસ અને પોષણ થી મુક્ત થવા હીંમત એક્ઠી કરીને પોતાનો દેશી દારૂ નો ધંધો બંધ કરીને દેહ ને અભડાવનારા આ હરામખોર પોલીસ ને સબક શીખવાડવા મક્કમ નિર્ધાર કરી ને ઉના એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ ને એફિડેવિટ સાથે પોતાની અરજી આપીને શોસીયલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ખળભરાટ મચી ગયો હતો. મનોહર જાડેજાનાં ધ્યાને આ અરજી શોસીયલ મિડીયા પર આવતાંની સાથે જ ઊના વિભાગીય પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ સાથે સલાહ પરામર્શ કરી આ અરજીની તાત્કાલિક તપાસ કરવા આદેશ કરતાં આ બુટલગર મહિલા નાં ધરે તપાસ કરતાં તેનાં ધર નું તાળું હોય બીજાં દિવસે સવારે મહિલા ને શોધીને તાત્કાલિક ઊના ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવી તેનાં નિવેદન અને પુરાવાઓ મેળવીને ઉપરોક્ત પોલીસ કર્મી અને હોમ ગાર્ડ તેમજ પોલીસનાં એક ખાનગી વ્યક્તિ સામે આઈ પી સી કલમ 376,354 મુજબનો ગુન્હો દાખલ કરી માત્ર ચોવીસ કલાકની અંદર ચારેય આરોપીને ઉઠાવી લીધાં હતાં ધોરણ સર અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવની વધુ તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનાં મહિલા પી આઈ એમ બી પટેલ ચલાવી રહ્યા છે .

Related Posts