કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’નું તેમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આ ત્રણેય ઍર-હૉસ્ટેસિસના રોલમાં દેખાવાની છે. પોસ્ટરમાં ત્રણેય ઍર-હૉસ્ટેસિસના યુનિફૉર્મમાં દેખાઈ રહી છે. બૅકડ્રૉપમાં પ્લેનની કૅબિન દેખાય છે. ક્રિતીના પોસ્ટર પર ફેક ઇટ લખેલું છે. કરીનાના પોસ્ટર પર સ્ટીલ ઇટ અને તબુના પોસ્ટર પર રિસ્ક ઇટ લખેલું છે.
આ ફિલ્મને એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ અને અનિલ કપૂર ફિલ્મ ઍન્ડ કમ્યુનિકેશન્સ નેટવર્કે પ્રોડ્યુસ કરી છે. રાજેશ એ. ક્રિષ્નને ડિરેક્ટ કરી છે. ૨૯ માર્ચે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્રણેયના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘ચેક ઇન માટે તૈયાર છો? ક્રૂ સાથે ફ્લાય કરવાનો સમય છે. ‘ધ ક્રૂ’૨૯ માર્ચે થિયેટરમાં આવશે.’