સુરતમાં એક કરોડથી વધુની લૂંટનો મામલો સામે આવ્યો છે, જેમાં કથિત રીતે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાતા એક વ્યક્તિએ મંગળવારે સુરતમાં હીરાની મશીનરી બનાવતી કંપનીની વાન રોકી હતી, ચાર કર્મચારીઓને બંદૂકની અણીએ ધમકાવીને રૂ. 1 કરોડની રોકડ અને વાહન લઈને ભાગી ગયા. પોલીસે આ ઘટનાની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, અજાણ્યા વ્યક્તિ પર ગુનો નોંધવામાં આવ્યો છે અને બુધવારે એક વાન બિનવારસી હાલતમાં સુરતના વરિયાવી વિસ્તારમાંથી માળીઆવેલ છે. બંદૂકની અણીએ ધમકાવી, અને પોલીસને શંકા છે કે, અંડરના જ કોઈ વ્યક્તિએ માહિતી આપી હોઈ શકે. તેમજ આ દિશામાં પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
પોલીસે કહ્યું કે, વાન રોક્યા બાદ આરોપીએ કંપની કર્મચારી નારાયણને આવકવેરા અધિકારીનું ઓળખ કાર્ડ બતાવ્યું. તે વાનમાં ચડી ગયો, પછી પટેલને વાન ચલાવવાનું કહ્યું અને ચારેય સ્ટાફના મોબાઈલ ફોન લઈ લીધા. તેણે કથિત રીતે તેમને એમ પણ કહ્યું કે, તેમની એક ટીમ કંપનીના વહીવટી કાર્યાલય પર દરોડા પાડી રહી છે. બાદમાં તેમણે તમામને બંદૂકની અણી પર વાનમાંથી નીચે ઉતરવાનું કહ્યું અને વાહન લઈને ભાગી ગયો. આરોપી ભાગી ગયા પછી, કિશોરે નારાયણ દ્વારા શેર કરેલી વિગતોના આધારે પોલીસનો સંપર્ક કર્યો.