- મોરવા હડફ પોલીસ મથકે પાંચ મહિલા અને એક પુરુષ સહિત 6 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો
- ચાર મહીલા સહિત પાંચ આરોપીને મોરવા હડફ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામે મહિલાને જૂની અદાવતમાં મહિલાને જાહેરમાં તાલીબાની સજા કરવામાં આવતા ચાર મહીલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જૂની અદાવત રાખીને મહિલાને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી માર માર્યો હોવાની હિચકારી ઘટના સામે આવી છે.એટલું જ નહીં મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં ગામમાં ફેરવવામાં આવી હતી..આ મામલે મોરવાહડફ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.મોરવા હડફ પોલીસ મથકે પાંચ મહિલા અને એક પુરુષ સહિત 6 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો હતો.
પાંચ મહિલા અને એક પુરુષ સહિત 6 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો
પોલીસ ફરિયાદમાં પીડિતાએ ઉલ્લેખ કર્યો હતો કે ગામની પાંચ મહિલા અને એક પુરૂષે પીડિતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવશે કર્યો અને પહેલા તો અપશબ્દો બોલ્યા અને કહ્યું કે તને ‘‘તને વહુ કરતા આવડે છે તારો છોકરો અમારી છોકરીને ભગાડી લઈ ગયો છે” આમ કહીને મહિલાને નિર્વસ્ત્ર કરેલી હાલતમાં મારતા મારતા ગામના ફળિયામાં લઈ ગયા હતા.