રેવાડી રોડ અકસ્માતઃ રેવાડીમાં બસ અને કારની ટક્કર, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

by Bansari Bhavsar
News inside

હરિયાણાના રેવાડી જિલ્લામાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત થયા હતા. રેવાડી-મહેન્દ્રગઢ રોડ પર સિહા ગામ પાસે રોડવેઝની બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા.

આ અકસ્માતમાં ચાંગરોડ ગામમાં રહેતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Posts