સારા તેંડુલકર અને શુભમન ગિલ બંને સતત સમાચારમાં રહે છે. બંનેને લગતા સમાચાર સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. હાલમાં જ બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યા હતા. આજ સુધી બંનેએ આ મામલે પોતાનું મૌન જાળવી રાખ્યું છે . આ ચર્ચાને વર્લ્ડ કપ 2023 દરમિયાન પણ ઘણી હવા મળી હતી. હવે ફરી એકવાર તેમના સંબંધોની ચર્ચાઓ સામે આવી રહી છે અને આ વખતે લોકોને સારા તેંડુલકરના એક ફોટો પરથી સંકેત મળ્યો છે.
સારાની આ તસવીર વાયરલ થઈ હતી
તાજેતરમાં સારા તેંડુલકર તેના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા જામનગર પહોંચી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમના છેલ્લા દિવસે એક ફેર થીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે સારા તેંડુલકરે લાલ લહેંગો પહેર્યો હતો જેની તસવીરો ક્લિક કરીને સારાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ફોટામાં તેની સાથે એક પાલતુ કૂતરો જોવા મળ્યો હતો, જેને જોઈને લોકોની શંકા વધી ગઈ હતી. લોકો કહે છે કે આ શુભમન ગિલનો કૂતરો છે. હવે અમે તમને જણાવીએ કે આનું કારણ શું છે અને લોકોને આ વિશે કેવી રીતે ખબર પડી.
શું ખરેખર સારા પાસે શુભમનનો ડોગી?
થોડા સમય પહેલા શુભમન ગીલે પણ એક તસવીર પોસ્ટ કરી હતી. 15 જુલાઈ, 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ ફોટામાં શુભમન પાસે એક ડોગી બેઠેલુ જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે લોકો કહી રહ્યા છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલની તસવીરમાં દેખાતો કૂતરો એક જ છે. હવે, વાસ્તવમાં, આ બંને સાથે જોવામાં આવેલો પાલતુ એક જ છે કે પછી બંને પાસે આ જાતિનો કૂતરો છે કે કેમ તે બંને સારી રીતે કહી શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પર, નેટીઝન્સ સતત દાવો કરી રહ્યા છે કે સારા પાસે એજ ડોગી છે જે શુભમન પાસે છે