News Inside Ahmedabad : Vejalpur firing
વેજલપુર વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં એક 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. હથિયાર એક રમકડું હોય તેમ બે યુવકો હથિયારને લઈને એક બીજા સાથે મજાક કરતા હતા. મસ્તીમાં અચાનક ફાયરિંગ થઇ ગયું હતું, એક યુવકને ગોળી વાગી જતા મોત નીપજ્યું છે. સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરતા પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યું હતું કે, બંને યુવકો નશામાં હતા અને હાથીવર વડે મસ્તી કરતા ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે.
36 વર્ષીય યુવક દિગ્વિજયસિંહનું મોત નીપજ્યું છે. ( Vejalpur firing )વેજલપુર પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રૂપેશ પાર્ક સોસાયટીમાં રહેતો 36 વર્ષીય દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત મોડી રાતે તેના એક મિત્ર સાથે સોસાયટીની પાસે ઊભો હતો. દરમિયાન તેની પાસે રિવોલ્વર પણ હતી. દિગ્વિજયસિંહ તેના મિત્ર સાથે હથિયાર વડે મજાક કરતા અચાનક ફાયરિંગ થયું હતું અને ગોળી દિગ્વિજયને વાગી હતી.
ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ અને FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કરી દીધું હોવાની પણ ચર્ચા છે. આ મામલે વેજલપુર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.