- ચૂંટણી પંચે રાજીવ કુમારને તેના પદ ઉપરથી તાત્કાલીક દૂર કર્યા
- IPS વિવેક સહાયને વેસ્ટ બંગાળના DGP તરીકે ચાર્જ સોંપાયો
- વિવેક સહાય 1988 બેચના IPS અધિકારી છે
Loksabha Election 2024 જાહેર કર્યા પછી ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચે દ્વારા તાજેતરમાં લેવાયો નિર્ણય ચર્ચા બની ગયો છે. બંગાળના ડીજીપી રાજીવ કુમારને તેમના પદ પરથી હટાવી દીધા છે. બંગાળના વર્તમાન DGP IPS રાજીવ કુમારને હટાવવાના થોડા સમય પછી IPS વિવેક સહાયને પશ્ચિમ બંગાળના આગામી DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવેક સહાય 1988 બેચના IPS ઓફિસર છે અને બિહારની રાજધાની પટનાના રહેવાસી છે. વધુમાં તેઓ ગુજરાતના DGP વિકાસ સહાયના સગા મોટા ભાઈ છે.
IPS અધિકારી વિવેક સહાય રાજ્ય પોલીસના મહાનિર્દેશક અને કમાન્ડન્ટ જનરલ (હોમ ગાર્ડ્સ)ના પ્રભારી હતા. ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળના DGP માટે ત્રણ નામ મંગાવવામાં આવ્યા હતા. ડીજીપી માટે જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા હતા તેમાં વિવેક સહાયનું નામ ન હતું, પરંતુ આખરે તેમના નામને મંજૂરી મળી ગઈ હતી.દેશના પોલીસ વિભાગમાં ઐતિહાસિક ઘટના
મહત્વનું છે કે, IPS વિવેક સહાય ગુજરાતના DGP વિકાસ સહાયના સગા ભાઈ છે. આ દેશના પોલીસ વિભાગમાં એક ઐતિહાસિક ઘટના છે કે બે સગા ભાઈઓ IPS અધિકારીઓ હોય અને તેમાં પણ બંને એક સાથે રાજ્ય પોલીસવડા તરીકેની પોસ્ટ ઉપર હોય ત્યારે આવનારા દિવસોમાં પણ આ બંને અધિકારીઓ પોતપોતાના રાજ્યમાં ઉત્કૃષ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરશે.