અરવિંદ કેજરીવાલની ધરપકડ

by Bansari Bhavsar
Arvind Kejriwal arrested
  • લિકર પોલિસી કેસમાં 2 કલાક પૂછપરછ બાદ કાર્યવાહી
  • લીગલ ટીમે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમમાં પડકાર્યો
  • ED દ્વારા બે કલાકની પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ
  • મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો

Delhi :  અરવિંદ કેજરીવાલની ED કરી ધરપકડ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટમાં ધરપકડમાંથી રાહત ન મળ્યા પછી ગુરુવારે EDની ટીમ સાંજે 7 વાગ્યે તેમના ઘરે 10મો સમન્સ બજાવવા પહોંચી હતી. ટીમ પાસે સર્ચ વોરંટ પણ છે.

આ દરમિયાન સીએમ આવાસની આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલ ઘરે હાજર છે. EDનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. પોલીસે સૌરભને સીએમ આવાસમાં પ્રવેશવા દીધા ન હતા. સૂત્રોનું માનીએ તો ઇડીની પૂછપરછમાં કે. કવિતાએ કેજરીવાલનું નામ લીધું છે. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી…

EDના 6થી 8 અધિકારી કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા..પહેલા કેજરીવાલનો મોબાઈલ જપ્ત કર્યો હતો અને 2 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી

 

ઉલ્લેખનીય વાત છે કે, EDની ટીમ પહોંચતાંની સાથે જ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ટીમે આ કેસની તાકીદે લિસ્ટિંગની માગ કરી છે. આ પહેલાં બપોરે 2.30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.

EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. જોકે તે એકવાર પણ પૂછપરછ માટે ગયા ન હતા. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.

Related Posts