અમદાવાદમાં IPL મેચ માટે ખાસ વ્યવસ્થા: રસ્તા બંધ અને મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 12 વાગ્યા સુધી

by ND
3 matches of IPL in Ahmedabad

આજથી IPL 2024 ક્રિકેટ મેચની શરૂઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ IPLની કુલ ત્રણ જેટલી મેચ રમાવાની છે. મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મેચના દિવસે મેટ્રો દ્વારા રાતના 12 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે, જેના માટે 50ની પેપર ટિકિટ અપાશે. AMTSની 20 બસ મૂકવામાં આવશે. રાતે 5 રૂટનું પ્રતિ મુસાફર 20 રૂપિયા ભાડું લેવામાં આવશે, જ્યારે BRTS દ્વારા પણ બસો પણ મૂકવામાં આવી છે. આ બસો નારોલ અને એલડી કોલેજ રાતે 1 વાગ્યા સુધી BRTS જશે.

વૈકલ્પિક રૂટ તપોવન સર્કલ
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. 24 માર્ચ અને 4 એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી રોડ બંધ રહેશે. જ્યારે 31 માર્ચના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ રોડ બંધ કરવામાં આવશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ઓએનજીસી વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે.

IPL મેચના દિવસે રાતના 12 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL 2024ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને આ ત્રણ દિવસ મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પર રાતે 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવા ચાલુ રહેશે. મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે દર્શાવેલી IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિદીઠ ફિકસ રૂ.50 રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

ગુજરાત ટાઇટન્સ સામે વિવિધ ટીમ ટકરાશે
અમદાવાદના નેરન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ રમાશે, જે રાતના 7:30થી શરૂ થશે. જ્યારે 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બપોરના 3:30થી બીજી મેચ રમાશે અને છેલ્લી મેચ 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમાશે, જે રાતના 7:30થી શરૂ થશે.

Related Posts