- હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર
- ફિંગર પ્રિન્ટ લેવા માટે ચેક કર્યું ત્યારે આરોપી ફરાર હતો
- કાગડાપીઠ પોલીસે આરોપીને શોધવા તપાસ શરુ કરી
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઇ ગયો છે. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ચોરીના ગુન્હામાં પકડાયેલો હતો. પોલીસે ફિંગર પ્રિન્ટ લેવા માટે આરોપીને લોકઅપમાં ચેક કર્યો ત્યારે ખબર પડી કે આરોપી પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર થઇ ગયો છે. આરોપી રિક્ષામાં પેસેંજર બેસાડીને ચોરીને અંજામ આપતો હતો.
ઉલ્લેખનીય છે કે , આ એ જ પોલીસ સ્ટેશન છે. જેના પોલીસ ઇન્સ્પેક્ટરને થોડા દિવસ અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુટલેગર દ્વારા હત્યા કરવા બાબતે PI ને સસ્પેન્ડ કરતા પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યું હતું. ફરી એક વાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન ચર્ચાનો વિષય બન્યું છે. કાગડાપીઠ પોલીસ દ્વારા ટિમ બનાવીને આરોપીની શોધખોળમાટે શરુ કરવામાં આવી છે.
https://x.com/NEWSINSIDEMEDIA/status/1859846742604411281