નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ વિરલ રાંચ્છ ના માર્ગદર્શનમાં રોહિત હરિયાણી દ્વારા દિગ્દર્શિત થિયેટર પીપલ સર્જિત રાજ્ય યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ નાટક ”વેશ અમારો વ્યથા તમારી” રજૂ કરાયું હતું.
જામનગરના આ રંગમંચના રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ યુવા કલાકારોને સાંસદ ના હસ્તે પ્રોત્સાહિત કરી સન્માનિત કરાયા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા કમિશનર ડી. એન. મોદી સહિત જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ તેમજ જામનગરની જનતા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.