તા. ૨૪ અને ૨૫ ડિસેમ્બર ના રોજ ગુજરાત ના જાણીતા એશિયાટિક સિંહ ના રાષ્ટ્રીય અભ્યારણ ખાતે ગુજરાતી લોકસંગીત અને લોક સાહિત્યના દ્વિ દિવસીય કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
સાસણ ગીરમાં આવેલ સિંહ સદન થી માત્ર ૧ કિમી દૂર આવેલ ભાલછેલ ગામના હોટલ ગ્રીન પાર્ક ખાતે આ જાહેર કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા.૨૪ ડિસેમ્બરના રોજ ગુજરાતના જાણીતાં યુવા ગાયક કલાકારો અક્ષય પાટીલ, જસમીન ઉજજેનિયા અને તેમની ટીમ દ્વારા ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મી ગીતો ગઝલ અને કવિતાઓ ને એક અલગ જ અંદાજ માં રજૂ કરશે.
ત્યારબાદ તા. ૨૫ ડિસેમ્બર ના રોજ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક સાગરદાન ગઢવી અને લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી તથા સાજીંદાઓ સાથે લોકડાયરાનું પણ ખાસ આયોજન છે.
ઉપરોક્ત દ્વિદિવસિય કાર્યક્રમને જાહેર જનતા માટે નિહાળવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. રજા ના દિવસોમાં પ્રવાસીઓ સાસણ ગીર ના પ્રવાસે આવતા હોય છે તે જ સમય માં આ કાર્યક્રમ હોવાથી પ્રવાસીઓ માટે અને સાસણ ગીરના ગ્રામ્ય જનતા માટે પણ આ કાર્યક્રમ આકર્ષણ રૂપ બની રહેશે.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમનું આયોજન સહયોગ નિધિ પુરોહિત દ્વારા કરવામાં આવી રહ્યો છે.