અમદાવાદના એસ. જી. હાઇવે પરના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇનવોશથી દીકરી ભાગી ગઈ હોવાના આક્ષેપો સાથે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કરી છે. છેલ્લા 6 માસથી ગુમ થયેલી દીકરીની ભાળ મેળવવા પિતાએ કરેલી અરજીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હતો, જોકે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને ગુમ થયેલી દીકરી તેના પતિ સાથે સામે આવી છે. તેણે વીડિયો સંદેશ દ્વારા પેરેન્ટ્સ દ્વારા પટ્ટાથી ફટકારવામાં આવતી હોવા સહિતના અન્ય ગંભીર આક્ષેપો કર્યા છે.
મારી મરજીથી લગ્ન કર્યા છે અને હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું. 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા પેરેન્ટ્સે જે ફરિયાદ કરી હતી કે હું કંઈક લઈને ભાગી છું, પરંતુ હું ફ્લાઇટમાં આવી છું તો તમે ચેકિંગ કરી શકો છો કે હું શું-શું લઈને આવી હતી.
તેમણે મને ખૂબ જ વધુ મારી હતી અને હેલ્પને કારણે હું મારા ફ્રેન્ડના ઘરે ચાલી ગઈ હતી, પરંતુ તેઓ કોઈપણ રીતે મને પાછી લાવ્યા હતા અને પાછી લાવ્યા બાદ સેમ બાબતો શરૂ થઈ ગઈ હતી કે તને મારીશું, જબરદસ્તી લગ્ન કરાવી દઈશું, કારણ કે અમે પેરેન્ટ્સ છીએ તો કંઈપણ કરી શકીએ છીએ.
મારી જિંદગી ખરાબ કરી દીધી છે, એટલે મારે ત્યાંથી નીકળી જવું પડ્યું. આ લગ્નથી હું ખૂબ જ ખુશ છું અને મારા પાર્ટનર ખૂબ સારા છે અને મને સપોર્ટ પણ કરે છે, પરંતુ મારા પેરેન્ટ્સ આ બાબતો સ્વીકારી શકતા નથી એટલે કોઈપણ રીતે હેરાન કરવા માટે ખોટી ખોટી ફરિયાદો કરી રહ્યા છે. મારી પાસે તેમની ધમકીનાં રેકોર્ડિંગ્સ છે. હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મારી એટલી જ વિનંતી છે કે હું કોઈને પરેશાન કરવા માગતી નથી, પરંતુ વિનાકારણે જો મને કોઈ પરેશાન કરવા માગે તો ફરિયાદ હું પણ કરી શકું છું. મેં ફરિયાદ કરી નથી. મારા
પેરેન્ટ્સ મને ધમકીઓ આપે છે અને કહે છે કે પાછી આવી જા,
તને જીવતી સળગાવી દઈશું. તું જાણતી નથી અમારી પહોંચ
ક્યાં સુધી છે. ગોળી મારી દઈશ. મારા પિતા પાસે બંદૂક છે.