HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે HMPV વાયરસ મામલે માર્ગદર્શિકા બહાર પાડી હતી. નોંધનીય છે કે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ બેંગલુરુમાં નોંધાયો હતો. એક આઠ વર્ષની બાળકી આ વાયરસથી સંક્રમિત થઇ હતી.
આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો હતો કે હાલમાં હાલમાં ગુજરાતમાં આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે લોકોને સલાહ આપી હતી કે ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવું જોઇએ. બીમાર હોવ તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઇએ. શ્વાસ ને લગતા લક્ષણ જણાય તો તબીબોનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે સલાહ આપી હતી. શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV જેવા લક્ષણ દેખાય તો નિદાન કરાવવા અપીલ કરવામાં આવી હતી.