અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.
શેરબજારના ઓપરેટરના ફ્લેટ પર દરોડા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફ્લેટ શેરબજારના ઓપરેટર દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો. ATS અને DRIને બાતમી મળી હતી કે ફ્લેટમાં મોટી માત્રામાં સોનું છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
પિતા-પુત્રએ ફ્લેટ ભાડે રાખ્યો હતો
વધુ તપાસમાં જાણવા મળ્યું કે પિતા-પુત્રએ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. હાલમાં બંનેની પૂછપરછ ચાલી રહી છે. ATS અને DRI અધિકારીઓ સોનાની કિંમત અને તેના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે.
100 કરોડથી વધુની કિંમતનું સોનું
વર્તમાન બજાર કિંમત અનુસાર, જપ્ત કરાયેલા સોનાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવશે.