અમદાવાદમાં આજે યોજાશે અનોખી SOLO Traveller ની મીટઅપ.

by Bansari Bhavsar

હાલના સમયમાં યુવાઓમાં કંઇક નવું કરવાની ઈચ્છા હોય છે ત્યારે યુવા વર્ગમાં એક નવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે જેમાં અલગ અલગ અજાણ્યા લોકો સાથે કોઈ એક ચોક્કસ પ્રવાસન સ્થળ પર ફરવા જવાનો અનુભવ કરતા હોય છે.

 

Solo Travelling માં હાલના સમયમાં યુવાઓને જોડવાનું કામ અમદાવાદના જાણીતા ટ્રાવેલ એક્સપ્લોરર અને સોસીયલ મીડિયા ટ્રાવેલ ઈંફ્લુએન્સર ભાવિન ભાવસાર કરી રહ્યા છે.

 

ગુજરાત, ભારત અને વિદેશમાં પણ તેઓ દ્વારા આ પ્રકારની સોલો ટ્રાવેલ ટુર કરાવી ચુક્યા છે અને આગામી સમયમાં તેમના આ વિષયને વધુ લોકો સુધી પહોંચાડવા અમદાવાદમાં સૌપ્રથમવાર તા. ૨૨ માર્ચ ૨૦૨૫ને શનિવારે બપોરે ૩થી6 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિન ભાવસાર સાથે જ જુદા જુદા ટ્રાવેલ એક્સપલોરર અને સોલો ટ્રાવેલ માં રસ ધરાવતા લોકો ભાગ લઈ રહ્યા છે.

 

આ પ્રકારની સોલો ટ્રાવેલર મીટઅપ અમદાવાદ ખાતે પ્રથમવાર યોજવા જઇ રહ્યા છે તો તેમાં ભાગ લેવા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર Solo Traveller ના પેજ પર સંપર્ક કરી શકો છો.

Related Posts