અમદાવાદમાં વાહનચોરીનો તરખાટ મચાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ, 9 વાહનો જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટુ-વ્હીલર વાહનોની વારંવાર ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી હતી. વાહનચોરીના તરખાટને અટકાવવા માટે પોલીસ કમિશનર, અમદાવાદ શહેરના આદેશ અનુસાર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.

નિકોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.એસ. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ, સિવિલ સ્ટાફના પો.સ.ઇ. જે.એલ.સી. સોદિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ત્રણ આરોપીઓ ચોરીના વાહનો સાથે નિકોલ વિસ્તારમાં ફરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે ગીત ગોપાલભાઈ પટેલ (ઉં.વ. 20), કુલદીપ ભરતભાઈ દુધાત (ઉં.વ. 20) અને કુદન ઉર્ફે કુજ ભરતભાઈ દુધાત (ઉં.વ. 23)ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીના 9 વાહનો જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 4,05,000 છે.

આરોપીઓએ નિકોલ, ઓઢવ, રામોલ, કૃષ્ણનગર અને જૂનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આઠ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

* ગીત ગોપાલભાઈ પટેલ (ઉં.વ. 20)

* કુલદીપ ભરતભાઈ દુધાત (ઉં.વ. 20)

* કુદન ઉર્ફે કુજ ભરતભાઈ દુધાત (ઉં.વ. 23)

જપ્ત કરાયેલો મુદ્દામાલ:

* વિવિધ કંપનીઓના ટુ-વ્હીલર મોટરસાયકલ/એક્ટિવા: 9

* કુલ કિંમત: રૂ. 4,05,000

ઉકેલાયેલા ગુનાઓ:

* નિકોલ પોલીસ સ્ટેશન: 4 ગુના

* ઓઢવ પોલીસ સ્ટેશન: 1 ગુનો

* રામોલ પોલીસ સ્ટેશન: 1 ગુનો

* કૃષ્ણનગર પોલીસ સ્ટેશન: ૧ ગુનો

* જુનાગઢ પોલીસ સ્ટેશન: ૧ ગુનો

પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે

Related Posts