અમદાવાદમાં IPL મેચો દરમિયાન કયા રસ્તા ક્યારે બંધ રહેશે, જાણો

by Bansari Bhavsar

અમદાવાદ, તા. ૨૨ માર્ચ, ૨૦૨૫: શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા IPL 2025ની મેચોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો હેતુ મેચ જોવા આવતા દર્શકો, ખેલાડીઓ અને અન્ય લોકોની સલામતી અને સુવિધા જાળવવાનો છે.

જાહેરનામા અનુસાર, મેચના દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અથવા તો ટ્રાફિકને અન્ય રૂટ પર વાળવામાં આવશે. આ નિયંત્રણો નીચે દર્શાવેલી તારીખો અને સમય માટે અમલમાં રહેશે:

* તા. ૨૫/૦૩/૨૦૨૫: બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૨૪.૦૦ સુધી

* તા. ૨૯/૦૩/૨૦૨૫: બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૨૪.૦૦ સુધી

* તા. ૦૯/૦૪/૨૦૨૫: બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૨૪.૦૦ સુધી

* તા. ૧૦/૦૪/૨૦૨૫: રાત્રે ૦૦.૦૦ થી ૨.૦૦ સુધી

* તા. ૧૯/૦૪/૨૦૨૫: સવારે ૧૧.૦૦ થી રાત્રે ૨૨.૦૦ સુધી

* તા. ૦૨/૦૫/૨૦૨૫: બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૨૪.૦૦ સુધી

* તા. ૦૩/૦૫/૨૦૨૫: રાત્રે ૦૦.૦૦ થી ૨.૦૦ સુધી

* તા. ૧૪/૦૫/૨૦૨૫: બપોરે ૧૪.૦૦ થી રાત્રે ૨૪.૦૦ સુધી

* તા. ૧૫/૦૫/૨૦૨૫: રાત્રે ૦૦.૦૦ થી ૨.૦૦ સુધી

* તા. ૧૮/૦૫/૨૦૨૫: સવારે ૧૧.૦૦ થી રાત્રે ૨૨.૦૦ સુધી

આ સમયગાળા દરમિયાન, જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો કે, આ નિયંત્રણો ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સ્થાનિક રહેવાસીઓને લાગુ નહીં પડે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામું શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રૂપથી જાળવવા અને મેચ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટેનો પ્રયાસ છે.

Related Posts