અમદાવાદમાં દારૂ ભરેલી કારે સર્જ્યો અકસ્માત, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: ગુજરાતમાં અસામાજિક તત્વોને અટકાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે તે વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે. દારૂ ભરેલી કારનો બીજા વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. બોડકદેવમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈને બુટલેગરોએ કાર પૂરપાટ ઝડપે ભગાવી હતી. ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરને પોલીસે ઝડપી લીધો હતો. દારૂની બોટલ સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. સ્થાનિક બુટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

બોડકદેવમાં ફિલ્મી દ્રશ્યો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પોલીસે દારૂની ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી 4.53 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ વોચ ગોઠવીને ઊભી હતી ત્યારે કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરીને પકડી પાડ્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે સ્થાનિક બુટલેગર ભાવેશને દારૂનો જથ્થો આપવા આવ્યો હતો.

આ ઘટના દર્શાવે છે કે, ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હજુ પણ ચાલુ છે. પોલીસે આ પ્રવૃત્તિઓ રોકવા માટે પોતાની કાર્યવાહી વધુ સઘન બનાવી છે.

 

Note: Tasavir pratikatmak chhe

Related Posts