ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦% નો વધારો

by Bansari Bhavsar

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા સંચાલિત તમામ સેવાઓના ભાડામાં ૧૦% નો વધારો કરવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર નિગમની મધ્યસ્થ કચેરી, રાણીપ, અમદાવાદ દ્વારા ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

નિગમના સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા સુધારેલા દરો ૨૯/૦૩/૨૦૨૫ ના ૦૦.૦૦ કલાકથી અમલમાં આવશે.

નવા ભાડાના નિયમો:

* તમામ પ્રકારની સેવાઓમાં ૧૦% નો ભાડા વધારો

* નવા ભાડા ઉપરાંત જીએસટી અને ટોલ ટેક્સ જેવા અન્ય ચાર્જ નિયમોનુસાર વસૂલવામાં આવશે.

* બાળકો માટેનું ભાડું પુખ્ત વયના મુસાફરોના ભાડા કરતાં અડધું રહેશે.

* નોન-એ.સી. સ્લીપર સર્વિસમાં બર્થનું ભાડું સીટીંગ ભાડા ઉપરાંત રૂ. ૯૦ વસૂલવામાં આવશે.

* શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોના ભાડા ઉપરાંત વધારાના રૂ. ૨ વસૂલવામાં આવશે.

* નવા ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ કરવામાં આવશે.

* ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની રહેશે.

* ઓનલાઈન બુકિંગમાં જો ભાડા વધારો પહેલાં ટિકિટ બુક કરાવી હશે તો મુસાફરી દરમિયાન ઈ.બી.ટી.એમ.થી તફાવતની રકમ વસૂલવામાં આવશે.

* રાત્રી મુકામથી પરત આવતી સર્વિસોમાં તાત્કાલિક અમલ થાય તેનું ધ્યાન રાખવું.

* વિભાગોએ ગ્રામ્ય સર્વિસોના રૂટના ભાડા પત્રકો આર.ટી.ઓ. પાસેથી મંજૂર કરાવીને તેનો અમલ કરવાનો રહેશે.

* ભાડા વધારાની અસર ચકાસવા માટે દરરોજ આવકનું તુલનાત્મક અવલોકન કરવાનું રહેશે.

* ભાડા વધારાના અમલીકરણમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.

* દરેક રૂટ પરના ક્રૂને સુધારેલા ભાડાની જાણ સમયસર કરવાની રહેશે.

* કંડક્ટર અને ડ્રાઈવરે મુસાફરો સાથે યોગ્ય વર્તન કરવાનું રહેશે.

* નવા ભાડાનો અમલ ઓનલાઈન મોડ્યુલ્સમાં સમયસર થાય તે માટે આયોજન કરવાનું રહેશે.

* જે મુસાફરોએ એડવાન્સમાં પાસ ઇસ્યુ કરાવ્યા છે, તેમાં પાસની મુદત પૂરી થયા પછી નવા ભાડાનો અમલ થશે.

* ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ ઓનરૂટ થયેલી ટ્રીપ પૂરી થાય ત્યાં સુધી મુસાફરો પાસેથી કોઈ ભાડા વધારો વસૂલવાનો નથી.

આ પરિપત્રનો અમલ ૨૯/૦૩/૨૦૨૫ થી શરૂ થશે.

Related Posts