મહેસાણા, તા. ૦૮ એપ્રિલ, ૨૦૨૫: બ્લૂ રે એવિએશનએ જાહેરાત કરી છે કે તેઓએ મહેસાણા એરફિલ્ડ સ્થિત તેમના બેઝ પર ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ ફરીથી શરૂ કરી દીધા છે. નોંધનીય છે કે ગત ૩૧મી માર્ચ, ૨૦૨૫ના રોજ બનેલી ઘટના બાદ કંપનીએ તેમની તાલીમ કામગીરી અટકાવી દીધી હતી.
હવે, બ્લૂ રે એવિએશન ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કુશળ અને પ્રતિભાશાળી પાઇલોટ્સ આપવા માટે પુનઃ સક્રિય બન્યું છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. બ્લૂ રે એવિએશન શરૂઆતથી જ ઉચ્ચતમ સલામતી ધોરણોનું પાલન કરે છે, જેથી ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં ભવિષ્યના પાઇલોટ્સ અહીંથી તાલીમ મેળવીને પોતાની કારકિર્દીને આગળ ધપાવી શકે.
બ્લૂ રે એવિએશન આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ, પ્રશિક્ષકો અને હિતધારકો દ્વારા દર્શાવવામાં આવેલી ધીરજ બદલ તેમનો આભાર માને છે. હવે જ્યારે ફ્લાઇટ ઓપરેશન્સ ફરીથી શરૂ થઈ ગયા છે, ત્યારે સંસ્થા તેમના અદ્યતન ફ્લાઇટ ટ્રેનિંગ સ્ટાન્ડર્ડ્સ પર વધુ ભાર મૂકી રહી છે. તેઓ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપવા અને ભાવિ પેઢીના પાઇલોટ્સને તૈયાર કરવા માટે સજ્જ છે.