સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગુમ થયેલી સગીર છોકરીને શોધી કાઢી, આરોપીની પણ ધરપકડ

by Bansari Bhavsar

સુરત: સુરત શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તાજેતરમાં ગુમ થયેલી એક સગીર છોકરીને શોધી કાઢી છે. છોકરીના પરિવારે પુણા પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે ટીમે આરોપી કરણ ભરત યાદવને પણ શોધી કાઢ્યો હતો, જે છોકરીને ભગાડી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે છોકરીને આરોપીના કબજામાંથી સુરક્ષિત રીતે છોડાવવામાં આવી છે અને તેને તેના પરિવારને સોંપવામાં આવી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કેસની વધુ તપાસ પુણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.

Related Posts