બેફામ ડ્રાઈવરે ડિફેન્ડર ઘુસાડી શોરૂમમાં: ગોતામાં લોકોમાં ફફડાટ

by Bansari Bhavsar

અમદાવાદ, ૧૫ એપ્રિલ: શહેરના ગોતા વિસ્તારમાં આજે બપોરે એક ડ્રાઈવરે ભારે અરાજકતા ફેલાવી હતી. પુરઝડપે ગાડી ચલાવી રહેલા આ શખ્સે ત્રણ વાહનોને ટક્કર માર્યા બાદ એક દુકાનમાં પણ ગાડી ઘુસાડી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે ૧૨:૦૦ વાગ્યે બની હતી. જય લક્ષ્મણદાસ જેઠવાણી નામના ૩૨ વર્ષીય વ્યક્તિએ GJ-01-WW-1390 નંબરની લેન્ડ રોવર ડિફેન્ડર ગાડી ચલાવી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જેઠવાણીએ સૌથી પહેલાં રોડ પર પાર્ક કરેલા GJ-01-DX-7656 નંબરના ટેમ્પોને ટક્કર મારી હતી, જેના કારણે ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. ત્યારબાદ, તેણે GJ-01-KT-7055 નંબરની એક ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી અને પછી ટાઈલ્સના શોરૂમમાં ગાડી ઘુસાડી દીધી હતી. શોરૂમના માલિક વિનોદભાઈ પટેલે જણાવ્યું કે, ગાડી તેમની દુકાનમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જેઠવાણીની ધરપકડ કરી હતી અને તેની ગાડી જપ્ત કરી હતી.  પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીના લોહીના નમૂના ડૉક્ટરે લીધા છે. પોલીસ તપાસના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

Related Posts