ગુજરાત પોલીસમાં તાત્કાલિક બદલીઓનો ધમધમાટ
ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં આજે તાત્કાલિક અસરથી મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી દ્વારા બે અલગ અલગ આદેશો જાહેર કરીને કુલ અગિયાર પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
પ્રથમ આદેશ અનુસાર, 6 પોલીસ ઇન્સ્પેક્ટરો/સહાયક પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના હાલના ફરજના સ્થળેથી તાત્કાલિક અસરથી બદલી કરી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.), ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. બદલી પામેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે
આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી તેમના નવા ફરજના સ્થળનો હવાલો સંભાળી લેવાનો રહેશે અને હાજર થવા અંગેનો રિપોર્ટ સંબંધિત કચેરીઓને કરવાનો રહેશે.
બીજા આદેશમાં, વધુ 5 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને તેમને પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (બિનહથિયારી)એ તેમની બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવાનું રહેશે અને તેનો ખર્ચ તેઓએ જાતે ભોગવવાનો રહેશે.
બંને બદલીઓના આદેશની નકલ વિવિધ પોલીસ અધિકારીઓ અને વિભાગોને જાણ માટે મોકલી દેવામાં આવી છે. એકસાથે આટલા મોટા પ્રમાણમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી થતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. જો કે, વિભાગ દ્વારા આ બદલીઓને વહીવટી કાર્યક્ષમતા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.