અમદાવાદમાં BSNL કેબલની ચોરી: રૂ. ૪૧ લાખથી વધુનું નુકસાન

નવરંગપુરામાં કેબલ ચોરી

by Bansari Bhavsar

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બીએસએનએલના અંડરગ્રાઉન્ડ કેબલની ચોરીની ઘટના બની છે. આ કેબલ વિજય સેલ્સથી કૃપાલ પાઠશાલા અને કૃપાલ પાઠશાલાથી નહેરુબ્રીજ સુધીના વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા.

આ ઘટના ૧૨ એપ્રિલ, ૨૦૨૫થી ૧૫ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન રાત્રે બની હતી. અજાણ્યા ચોર ઇસમોએ આ કેબલ ચોરી કરીને બીએસએનએલને કુલ રૂ. ૪૧,૮૨,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું છે.

બીએસએનએલના ડિવિઝનલ એન્જિનિયર રમેશભાઈ કાનજીભાઈ ઝાલાએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં સામેલ લોકોની શોધખોળ ચાલુ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

Related Posts