રૂ. 18 લાખની છેતરપિંડી: ચાંદખેડામાં ડ્રાઇવર સામે FIR

શીલજ જમીન સોદામાં છેતરપિંડી

by Bansari Bhavsar

અમદાવાદ: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક ડ્રાઈવર સામે જમીન સોદામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મીનલબા મયંકસિંહ ચાવડા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ભાવિક ચીમનભાઈ પંચાલ નામના ડ્રાઈવરે તેમની સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભાવિક પંચાલે ફરિયાદીને શીલજ ખાતે આવેલી જમીન વેચાણ કરવાની વાત કરી હતી અને ટોકન પેટે 5 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ, જમીનના વેચાણ અને અન્ય ખર્ચ પેટે 13 લાખ રૂપિયાનો ચેક પણ લીધો હતો, જે તેણે પોતાના ખાતામાં જમા કરાવ્યો હતો. જોકે, પૈસા જમા થયા પછી, ભાવિક પંચાલે ગોળ ગોળ વાતો કરીને ખેડૂતને મળાવ્યા ન હતા અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.

જ્યારે ફરિયાદીએ દલાલ કેતુર ઠાકોરનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે ભાવિકે દલાલને પણ પૈસા આપ્યા નથી અને તે ક્યાં છે તેની કોઈને ખબર નથી. આથી, ફરિયાદીએ ભાવિક પંચાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

Related Posts