નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક અસરથી સાત નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ ૨૧૭ (૧) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને આ નિમણૂકો કરવામાં આવી છે.
નિયુક્ત થયેલા ન્યાયાધીશોમાં લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર થાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂલચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. આ નિમણૂકો તેમની વરિષ્ઠતાના ક્રમ અનુસાર કરવામાં આવી છે.
આ અંગેનું જાહેરનામું કાયદા અને ન્યાય મંત્રાલયના નિમણૂક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ નવા ન્યાયાધીશોની નિમણૂકથી ગુજરાત હાઈકોર્ટમાં કેસોના ભારણને ઘટાડવામાં મદદ મળશે.
.