અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં નદીના પટમાંથી એક અજાણ્યા પુરુષની ડેડબોડી મળી આવી છે. પોલીસને આ અંગે જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે અને ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ તેમના વિસ્તારમાંથી ગુમ થયેલ હોય અને તેમને આ મૃતક વિશે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. માહિતી આપવા માટે તમે 9099299992 નંબર પર ફોન કરી શકો છો.
પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે પ્રયત્નો ચાલુ છે.