મેઘાણીનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: મેઘાણીનગર પોલીસે એક ઘરફોડ ચોરી કેસ ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મેઘાણીનગર વિસ્તારમાં અંબે માતાના મંદિર નજીકના એક ઘરમાં બની હતી. ચોરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1,43,200ની ચોરી કરી હતી.

પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી એક મહિલાને ઓળખી કાઢી. બાતમીના આધારે પોલીસે વસ્ત્રાલ વિસ્તારમાંથી મહિલા અને તેના પતિની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,25,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.બી. ત્રિવેદી અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

Related Posts