અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ગંભીર સમાચાર સામે આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયમાં ૧૮ વર્ષથી ઓછી વયના કુલ ૩૦ સગીર બાળકો ગુમ થયા છે. આ અંગે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુમ થયેલા બાળકોને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, ગુમ થયેલા તમામ બાળકોની ઉંમર ૧૫ વર્ષથી ઓછી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ બાળકોના ફોટા અને નામ સહિતની માહિતી જાહેર કરવામાં આવી છે.
પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને પણ આ ગુમ થયેલા બાળકો વિશે કોઈ સચોટ માહિતી મળે તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. માહિતી આપનાર વ્યક્તિને રૂ. ૧૦,૦૦૦/- નું રોકડ ઇનામ આપવામાં આવશે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. ચાવડા (મો. ૯૯૯૮૩૩૪૪૩૩) અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. ઝાલા (મો. ૭૮૦૨૦૮૦૧૭૨)નો સંપર્ક કરી શકાય છે. અન્ય સંપર્ક નંબર ૯૯૭૮૪૧૭૭૭૧ પણ ઉપલબ્ધ છે.
સૌ નાગરિકોને વિનંતી છે કે આ માહિતીને ધ્યાનમાં લે અને ગુમ થયેલા બાળકોને શોધવામાં મદદરૂપ થાય.