અમદાવાદ શહેરના સરદારનગર માં PCB એ પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતાં, ગત ૮ જૂન, ૨૦૨૫ના રોજ કુબેરનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ૪૪/૩, ભાગ્યોદય કો.ઓ.હા.સોસાયટી, સુખરામ દરબારની પાછળ, બંગ્લા એરિયા, કુબેરનગર ખાતે આવેલી આરોપી ઇન્દીરાબેનના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં, પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બીયર સહિત કુલ ૮૫૬ બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કુલ કિંમત ૨,૭૦,૬૭૨/- રૂપિયા અંદાજવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક એક્ટીવા સ્કૂટર (નંબર GJ-01-PK-7223, કિંમત $૫૦,૦૦૦/-), એક મોબાઇલ ફોન (કિંમત $૧,૦૦૦/-), અને એક કાળા કલરની હેન્ડબેગ પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ ૩,૨૧,૬૭૨/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાહુલ કરશનભાઇ રાઠોડ (ઉંમર ૨૮, રહે. ૧૩, ખોડીયારનગર વિભાગ-૨, વાસુકી પાન સેન્ટરની બાજુમાં, નોબલનગર, અમદાવાદ શહેર) અને ઇન્દીરાબેન તે મહેશભાઇ જેલીયાભાઇ ગારંગે (છારા) (ઉંમર ૬૫, રહે. ૪૪/૩, ભાગ્યોદય કો.ઓ.હા.સોસાયટી, સુખરામ દરબારની પાછળ, બંગ્લા એરિયા, કુબેરનગર, અમદાવાદ શહેર) નો સમાવેશ થાય છે. જોકે, ઇન્દીરાબેનને હાલ પૂરતી નોટિસ આપીને જવા દેવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, આ દારૂના કન્સાઇનમેન્ટમાં પંકજ સિંધી અને પંકુ નામના અન્ય બે આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ બંને આરોપીઓ હાલ ફરાર છે અને સરદારનગર પોલીસે તેમને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.