સુરત: છેતરપિંડીના આરોપીને PASA હેઠળ જેલ હવાલે કરાયો

ઠગાઈ કરનાર જેલભેગો: સારોલી પોલીસની કાર્યવાહી

by Bansari Bhavsar

સુરત, ૨૫ જૂન ૨૦૨૫: સુરતમાં છેતરપિંડી કરતા લોકોને રોકવા માટે પોલીસે કડક પગલાં લીધા છે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત અને અન્ય ઉચ્ચ અધિકારીઓના આદેશથી, સારોલી પોલીસે એક ઠગાઈ કરનારને PASA કાયદા હેઠળ જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.આર. વેકરીયા અને તેમની ટીમે હિતેશ ખુબચંદ ખાનવાણી નામના ૩૦ વર્ષીય વ્યક્તિ સામે PASA કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું. હિતેશ અમદાવાદના નરોડા વિસ્તારનો રહેવાસી છે.

પોલીસ કમિશ્નર શ્રીએ આ સૂચનને મંજૂરી આપતાં, હિતેશને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ કામગીરી બદલ સારોલી પોલીસની પ્રશંસા કરવામાં આવી છે.

 

Related Posts