રાણીપમાંથી પિસ્તલ સાથે એક પકડાયો: LCB ઝોન-૨ ની કાર્યવાહી

by Bansari Bhavsar

અમદાવાદ, [જૂન ૨૫, ૨૦૨૫]: અમદાવાદમાં આગામી રથયાત્રા પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઝોન-૨ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ રાણીપ વિસ્તારમાંથી એક વ્યક્તિને ગેરકાયદેસર દેશી પિસ્તલ સાથે પકડ્યો છે.

પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ, ઝોન-૨ LCB ના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, પોલીસ કર્મચારીઓ મુકેશકુમાર રામાભાઇ અને અજયકુમાર નરસિંહભાઇને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે નિમેશ બળદેવભાઇ રાવળ (ઉંમર ૩૦, રહે. સરસ્વતીનગર, ન્યુ રાણીપ, સાબરમતી, અમદાવાદ) નામના વ્યક્તિને દેશી પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે નિમેશ રાવળ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેની પાસેથી રૂ. ૫,૦૦૦/- ની કિંમતની એક દેશી પિસ્તલ કબજે કરવામાં આવી છે.

Related Posts