અમદાવાદ શહેર, તા. 25 જૂન, 2025: વાડજ પોલીસે ઉસ્માનપુરા વિદ્યાનગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા ૬ આરોપીઓમાંથી ૫ ને ઝડપી પાડ્યા છે.
ચોરીની વિગત:
ઉસ્માનપુરા વિદ્યાનગર સોસાયટી, વિભાગ-૦૨, બંગલા નંબર-૦૬ માં એક બંધ મકાનના પાછળના ભાગેથી વિન્ડો એ.સી. ખોલીને ચોર ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓ તિજોરીમાંથી રૂપિયા ૬,૦૦,૦૦૦/- રોકડા, આશરે રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની કિંમતના ચાંદીના જૂના સિક્કા, અને ૩૪ નંગ કપડાની શાલ મળી કુલ રૂપિયા ૮,૦૦,૦૦૦/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહી:
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-૧), નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૧) અને મદદનીશ પોલીસ કમિશ્નર (‘બી’ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ, વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. જોષી દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, પ્રો.પો.સબ.ઇન્સ. જી.આર. આલ અને એચ.સી. સંગાડ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. નરેન્દ્રભાઈ રાયસિંગભાઈ, અ.પો.કો. વિશ્વરાજસિંહ ઉમેદસિંહ, અને અ.લો.ર. દિપકુમાર રમેશભાઈની સંયુક્ત બાતમી અને ટેકનિકલ સોર્સ દ્વારા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
પકડાયેલા આરોપીઓ:
૧. પ્રકાશભાઈ ઉર્ફે પકો ચાઇનાવાળો સ/ઓ ગોપાલભાઇ દંતાણી, ઉ.વ. ૨૫, રહે. ગણેશનગરના છાપરા, ઓડાના મકાનની બાજુમાં, વાસણા, અમદાવાદ શહેર. મૂળ વતન: સેટાસણા, તા. બેચરાજી, જી. મહેસાણા.
૨. જીતુ સ/ઓ કિશનભાઈ દંતાણી (દાતણીયા), ઉ.વ. ૨૭, રહે. ૪૯/૨ ગણેશનગર, ગરીબ આવાસ યોજનાના મકાન, વાસણા, અમદાવાદ શહેર. મૂળ વતન: બાલીસણા, તા. જી. પાટણ.
૩. અર્જુન ઉર્ફે કિશન ઉર્ફે ધાંગધ્રો સ/ઓ રમેશભાઈ દેવીપુજક (સોલંકી રાખડીવાળા), ઉ.વ. ૨૨, રહે. હમીરસર તળાવના છાપરા, હમીરસર, વિરમગામ, જી. અમદાવાદ.
૪. સાગર સ/ઓ ગોવિંદભાઈ દંતાણી, ઉ.વ. ૩૦, રહે. પતરાવાળી ચાલી, ન્યુ કોટન મીલ, અમરાઇવાડી, અમદાવાદ શહેર. મૂળ વતન: ૧૦/૩૧૮ શહેર ગરીબ આવાસ યોજના, ભાઠાગામ, વાસણા, અમદાવાદ શહેર.
૫. સુરેશભાઈ ઉર્ફે સુર્યો સ/ઓ ગોવિંદભાઇ દંતાણી, ઉ.વ. ૨૯, રહે. ૬૧૪/૨૦ ગરીબ આવાસ યોજનાના મકાનમાં, ભાઠાગામ, વાસણા, અમદાવાદ શહેર.
નહીં પકડાયેલ આરોપી:
૧. રવી ઉર્ફે ચકાલુ સ/ઓ નાનજીભાઇ દંતાણી.
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
પોલીસે ગુનાના કામે કુલ રૂપિયા ૨,૫૦,૫૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે:
* રૂપિયા ૮૦,૦૦૦/- રોકડા.
* ચાંદીની લગડી (વજન ૮૦૦.૦૦૦ ગ્રામ), કિંમત આશરે રૂપિયા ૭૪,૦૦૦/-.
* સોનાની રણી (વજન ૭.૦૦૦ ગ્રામ), કિંમત આશરે રૂપિયા ૭૦,૦૦૦/-.
* ચાંદીની ડબ્બી (વજન ૧૧૬.૦૦૦ ગ્રામ), કિંમત આશરે રૂપિયા ૧૦,૦૦૦/-.
* રુદ્રાક્ષના પારાવાળો ચાંદીનો દોરો (વજન ૧૮.૦૦૦ ગ્રામ), કિંમત આશરે રૂપિયા ૧,૫૦૦/-.
* અલગ અલગ દેશના કુલ ૯૬ સિક્કાઓ, કિંમત આશરે રૂપિયા ૧૫,૦૦૦/-.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:
* આરોપી જીતુ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના (IPC કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭) અને પાલડી પોલીસ સ્ટેશનમાં અન્ય ગુના (IPC કલમ ૩૦૫(એ), ૩૩૧(૩)) નો ઇતિહાસ ધરાવે છે.
* આરોપી અર્જુન ઉર્ફે કિશન ઉર્ફે ધાંગધ્રો: ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુના (કલમ ૬૫(એ)(એ) અને ૮૫) નો ઇતિહાસ ધરાવે છે.
* આરોપી સુરેશભાઇ ઉર્ફે સુર્યો: વાસણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના (કલમ ૬૫(એ)(એ), ૮૧) નો ઇતિહાસ ધરાવે છે.
* આરોપી સાગર: નારણપુરા, ઇસનપુર, એલીસબ્રીજ, મણીનગર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના આઠ જેટલા ગુના (IPC કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૩૭૯) નો લાંબો ઇતિહાસ ધરાવે છે.
આ પ્રશંસનીય કામગીરીમાં પ્રો.પો.સબ.ઇન્સ. જી.આર. આલ, એચ.સી. સંગાડ, અ.પો.કો. નાથાભાઈ સક્તાભાઈ, અ.પો.કો. જયદિપસિંહ અરવિંદસિંહ, અ.પો.કો. વિપુલભાઈ બળદેવભાઈ, અ.પો.કો. બળવંતભાઇ રનેશભાઇ, અ.પો.કો. પ્રવિણભાઇ ભોપાભાઈ, અ.લો.ર. નિલેશ અરવિંદભાઈ, વુ.પો.કો. સ્નેહાબેન પ્રધ્યુમનભાઈ અને અ.પો.કો. મહેન્દ્રસિંહ અગરસંગભાનો સમાવેશ થાય છે.