અમદાવાદ, [1 જુલાઈ2025]: અમદાવાદમાં દારૂબંધી રોકવા માટે પોલીસ કમિશ્નરની સૂચનાથી કડક કાર્યવાહી ચાલી રહી છે.
ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના કહેવા મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. સોલંકી અને તેમની ટીમે કામગીરી કરી હતી.
૩૦/૦૬/૨૦૨૫ ના રોજ, ઇસનપુર, અમદાવાદ શહેરના ગીતાકૃપા સોસાયટીમાંથી બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની ૮૬૪ વિદેશી દારૂની બોટલો પકડી હતી, જેની કુલ કિંમત Rs.૨,૦૪,૨૪૦/- છે.
આ મામલે ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ બપોરે ૨ વાગ્યે ગુનો નોંધવામાં આવ્યો છે. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસે હિતેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર (ઉંમર ૩૫), જે ગીતાકૃપા સોસાયટી, ઇસનપુર, અમદાવાદ શહેરના રહેવાસી છે, તેમની ધરપકડ કરી છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ એન.આર. સોલંકી, અ.હે.કો. અજીતસિંહ જોરાવરસિંહ, અ.પો.કોન્સ સંજયભાઇ રાજાભાઇ, અ.પો.કોન્સ દિપક ભુપેન્દ્રભાઇ, અ.પો.કોન્સ ઉપેન્દ્રસિંહ નાનુભા અને અ.પો.કોન્સ રવિભાઇ વેજાભાઇ સામેલ હતા.