અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક હત્યા કેસના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
ગઈકાલે, ૨૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રાત્રે આશરે સવા દસ વાગ્યે, દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે, બદરૂદ્દીન શમશાદઅહેમદ શાહ અને નિલમ પ્રજાપતિએ “મેરી બીવી કે સામને ક્યુ દેખતા હે” કહીને કિશન નામના યુવાનને ગાળો ભાંડી હતી. આ ઝઘડામાં, બદરૂદ્દીને કિશનના પેટમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યાની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તુરંત કાર્યવાહી કરીને આરોપી બદરૂદ્દીન ઉર્ફે સાબીર ઉર્ફે રફીક શમશાદઅહેમદ શાહ અને નિલમ વા/ઓ દિપક દરગાભાઈ પ્રજાપતિને નારોલ ખાતેથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને તેઓ અગાઉ પણ ચોરી તથા લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.