અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ તારાપુરથી બગોદરા રોડ પર આવેલી દ્વારકેશ હોટલ નજીક દારૂબંધી પર મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પાડેલા દરોડામાં, પોલીસે રૂ. 1.04 કરોડની કિંમતનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે.
આ રેડ દરમિયાન 17,940 વિદેશી દારૂની બોટલો, એક ટાટા ટ્રક (રૂ. 20 લાખ), બે મોબાઈલ (રૂ. 10 હજાર) અને રૂ. 3,220 રોકડા સહિત કુલ રૂ. 1.24 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે મનસુખ ખીમા કોડિયાતર નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે ભરત દહ્યાભાઈ હુણ અને દારૂ સપ્લાય કરનાર સહિત બે આરોપીઓ ફરાર છે. બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.